Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ ઝાયડસ કેડીલાનાં સી.એમ.ડી. ને રેમેડીસીવીરનાં ઇન્જેક્શન આપવા માંગ કરાઇ.

Share

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રેમેડીસિવીર ઇન્જેક્શન આપવામાં આવે છે તેનો વારંવાર સ્ટોક પૂરો થઈ જાય છે આથી ભરૂચ કોંગ્રેસના કાર્યકર સંદીપભાઈ માંગરોલા દ્વારા ઝાયડસ કેડીલા અમદાવાદના સી.એમ.ડી.ને ઇન્જેક્શનનો સ્ટોક આપવા માટે પત્ર લખી રજૂઆત કરી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હાલ ઇન્જેક્શનના કાળા બજાર ચાલી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ના હોય, સરકાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે આથી કેડીલા કંપની દ્વારા તેઓનો અંકલેશ્વરમાં પ્લાન્ટ આવેલો છે તેમાં કંપની મારફત દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમેડીસિવીરનાં ઇન્જેક્શન આપવામાં આવે. આ ઇન્જેક્શન બહાર 7 થી 8 હજાર રૂપિયામાં પણ ઉપલબ્ધ ના થતાં હોય તે ઇન્જેક્શનો કેડિલા દ્વારા ઉપલબ્ધ કરાવી આપવાની માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના પીપદરા ગામ ખાતે થયેલ યુવકના અપહરણ મામલે ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે આવેલા અજાણ્યા ઈસમનું સારવાર દરમિયાન મોત…

ProudOfGujarat

નડિયાદ કલેકટરના અઘ્યક્ષસ્થાને પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!