કોંગ્રેસના ચાણક્ય અને વરિષ્ઠ કોંગ્રેસી એવા મર્હુમ અહેમદ ભાઈ પટેલ ભૂતકાળમાં ભરૂચ જિલ્લા માટે મુશ્કેલીના સમયમાં હરહમેંશા પોતાના થકી રજુઆતો કરી સરકાર પાસે મહત્વના નિર્ણયો લેવડાવી જિલ્લાની પ્રજાને મુશ્કેલીઓમાંથી બાહર કઢાવની ચિંતા હંમેશા કરતા આવ્યા હતા, કોરોના મહામારીની વચ્ચે શરુઆતના તબક્કામાં મર્હુમ અહેમદભાઈ પટેલે ભરૂચ જિલ્લાના લોકો માટે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી.
ગત વર્ષના લોકડાઉનમાં અહેમદભાઈ પટેલે જિલ્લાના નાનાથી લઇ મોટા વર્ગના લોકોને ટેલિફોનીક સંપર્ક કરી તેઓના સતત કોન્ટેક્ટમાં રહ્યા હતા અને તેઓ માટે કંઈક કામ હોય તો જાણ કરજો તેવી વાતો તેઓએ ઉચ્ચારતા હતા, સત્તામાં ન રહ્યા છતાં ભરૂચ જિલ્લાના લોકો વચ્ચે કોરોનાના કપરા સમયમાં અહેમદભાઈની સતત નજર રાજ્ય પર અને વિશેષ કરી ભરૂચ જિલ્લા જોવા મળી હતી, જે તે સમયે સર્જાયેલ સ્થિતિ અંગે તંત્રનું ધ્યાન પણ મર્હુમ અહેમદભાઈ પટેલે દોર્યું હતું.
આજે મર્હુમ અહેમદભાઈ પટેલ લોકો વચ્ચે રહ્યા નથી. પરંતુ વર્તમાન સમયની પરિસ્થિતિમાં તેઓની એક મોટી ખોટ ભરૂચ જિલ્લાના લોકોને પડી રહી હોય તે પ્રકારની ચર્ચાઓ તેઓના સમર્થકોમાં ચાલી રહી છે અને કોરોનાના કહેર વચ્ચે સર્જાયેલ મેડિકલ સુવિધાની અફરાતફરીમાં લોકો તેઓને યાદ કરી રહ્યા છે.
મર્હુમ અહેમદ પટેલ એક એવુ વ્યક્તિત્વ હતા જેઓએ રાજ્ય અને કેન્દ્રમાં કોઈ પણ સરકાર હોય જિલ્લાના લોકો માટે તેઓએ ધારદાર રજૂઆતો કરી કામ કરાવવામાં માનતા હતા, સામાન્ય માણસથી લઇ વર્ગદાર લોકો પણ મર્હુમ અહેમદભાઈ પટેલના કામથી વાકેફ હતા અને કદાચ ભરૂચ જિલ્લાના લોકો કામ કરાવવા માટે દિલ્હી અને રાજ્યના દ્વાર અંકલેશ્વરમાં જ હતો તેવું આજે પણ મોટો વર્ગ માનતો હતો..!
વર્તમાન સમયમાં ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વકરી રહી છે, હોસ્પિટલમાં મેડીકલ સુવિધા મેળવવા લોકો દોડધામ કરી રહ્યા છે, મેડિકલને લગતી સામગ્રીમાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, કોવિડ સ્મશાનમાં મૃતદેહની લાઈનો કતારોમાં જોવા મળી રહી છે,મોટા ભાગના રાજકારણીઓ હજુ સુધી લોકોને આ હાલાકીમાંથી બાહર કઈ રીતે નીકાળી શકાય તે બાબતોમાં નિષ્ફળ રહ્યા હોય તેમ ચર્ચાઇ રહ્યું છે,તેવા આજે કોરોનાના જ કપરા સમય વચ્ચે ફાની દુનિયાને અલવિદા કરી જનાર મર્હુમ અહેમદ પટેલના વતનના લોકો તેઓને યાદ કરી રહ્યા છે અને કહેતા નજરે પડી રહ્યા છે કે જો સાહેબ આજે આ દુનિયામાં હોત તો જિલ્લાના લોકો માટે આ સમય તેઓએ જોયો ન હોત..!!