Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રેમડીસીવર ઇન્જેક્શન લેવા માટે લોકોનો ધસારો થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

Share

ભરૂચમાં કોરોનાનાં દર્દીઓનાં પરિવારજનો અને સ્ટાફ વચ્ચે હોબાળો થતાં મામલો ઉગ્ર બન્યો હતો. અવારનવાર ચર્ચાનાં એરણે ચડતી સિવિલ હોસ્પિટલનો વધુ એક છબરડો સામે આવ્યો છે.

આ બનાવની સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર કોરોનાનાં રેમડીસિવર ઇન્જેકશન દર્દીઓનાં પરિવારજનોને ના આપવામાં આવતા મામલો બિચકયો હતો. દર્દીઓનાં સગાંઓ દ્વારા સિવિલ હોસ્પિટલના RMO એસ આર પટેલને રજૂઆત કરવા જતાં મામલો વધુને વધુ ઉગ્ર થતાં અંતે પોલીસને ઘટના સ્થળે પહોંચવું પડયું હતું. આ વિશે RMO એસ.આર પટેલે જણાવ્યુ હતું કે આજે બપોર બાદ ઇન્જેકશનનો સ્ટોક પૂરો થઈ ગયો છે અમારા દ્વારા રજૂઆત કરાઇ છે કે અમોને પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં આવશે એટલે તમામ દર્દીઓને ઇન્જેકશન આપવામાં આવશે. અમારા દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામા આવતો નથી. જો અમારી પાસે ઇન્જેકશન ઉપલબ્ધ હશે તો આપવામાં આવશે, આથી તમામ લોકો નિશ્ચિત રહે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ ઇન્જેકશનો મળશે એટલે આપવામાં આવશે.

અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા એક તરફ કોરોનાની ગાઈડલાઇન જાહેર કરાય છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકાનાં ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલાનું નિધન થતા સમાજ તથા જિલ્લામાં શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર પોલીસે દારૂ ભરેલી મહેન્દ્ર ઝાયલોનો પીછો કરતાં પોલીસે જીપ સહિત લાખ ઉપરાંતનો દારૂ મળી કુલ રૂ.6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

ProudOfGujarat

 નેત્રંગ પી.એસ.આઇ.એ ભાંગોરી ગામની સીમમાં આઇસર-ટેમ્પામાંથી ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!