Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રાણાને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર લખીને રજુઆત..!! કહ્યું સ્થિતિ વિકરાળ સ્વરૂપ લઇ રહી છે..!!

Share

ઔદ્યોગિક એકમ ધરાવતા ભરૂચ જિલ્લાને મેડીકલ સુવિધા, વેન્ટીલેટર, રેમડીસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન સેટમાં વધારો કરવો, બેડની સંખ્યામાં વધારો કરવો સહિત વેકશીનનાં ઇન્જેક્શનનો જથ્થામાં અછત ન સર્જાય તેવી વ્યવસ્થા કરવા જેવા મુદ્દે ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી છે.

કોરોના મામલે જિલ્લામાં સ્થિતિ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે તેમ પણ પત્રમાં અરૂણસિંહ રાણાએ ઉલ્લેખ કર્યો છે સાથે જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને સ્થાનિક લોકોને આરોગ્યની સેવા માટે બીજા જિલ્લા પર નિર્ભર રહેવું પડે છે આમ પત્રમાં પાંચ જેટલા મુદ્દાઓ લખી સુવિધાઓ તુરંત મળે તેવી માંગ કરી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લામાં ઔધોગિક એકમો દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા જેવા વિસ્તારમાં આવેલ છે, જેમાં રોજમરોજ કામદારો તથા કંપનીના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની સેવા માટે બીજા જિલ્લા ઓર નિર્ભર બનવું તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભાદરવો ભરપુર : ઝઘડિયા તાલુકામાં ૧૫ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ.

ProudOfGujarat

મહારાષ્ટ્ર માં ભીમા કોરેગાંવ ખાતે શોર્યદિન નિમિત્તે થયેલ હિંસા બાબતે સંવિધાનિક અન્યાય બાબતે મૂળ નિવાસી બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલી નું આયોજન કરાયું હતું …

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રધ્ધાંજલી અર્પતા આસામ રાજયનાં મુખ્યમંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!