૧૦૮ ઈમરજન્સી સેવા ભરૂચ કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા સુસજ્જ ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ગત વર્ષ પણ કોરોના મહામારીમાં લોકોનો જીવ બચાવવા માટે 24 કલાક 365 દિવસની જેમ તત્પર રહી હતી
આ વર્ષે પણ જ્યારે કોરોનાની મહામારીએ ફરીથી પોતાનું મસ્તક ઉઠાવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાની ૧૬ જેટલી ૧૦૮ ઈમરજન્સી સેવા આ વર્ષે પણ કોરોના રૂપી મહામારી સામે લડત લડવા તેમજ લોકોના જીવ બચાવવા માટે સુસજ્જ અને તત્પર છે તેના જ ભાગરૂપે તારીખ ૭-૪-૨૦૨૧ ના રોજ ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રીએ જિલ્લાની તમામ એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી અને મહામારી સામે લડત આપવા માટે જે પણ જરૂરી સાધનસામગ્રી હતી તે ઉપલબ્ધ કરાવી હતી. આ મહામારીમાં ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ લોકોના પડખે ઉભી રહેશે તેમજ 24 કલાક 365 દિવસ માનવજીવન બચાવવાની મોહીમાં એક જ લક્ષ્યથી કાર્ય કરતી રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ભરૂચમાં વધતા કેસો સામે ટાય ટાય કરતી ૧૦૮ ની ગુંજ યથાવત, કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં પહોંચી વળવા એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર કરાઇ..!!
Advertisement