ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત સ્થિતીમાં જોવા મળી રહ્યું છે, રોજના કોરોનાનાં કેસોએ તંત્રને દોડતું મુક્યું છે, કોરોનાનાં દર્દીઓ સામે આવવાનો સિલસિલો તંત્રના અને ખાનગી લેબોમાં થતા ટેસ્ટિંગ ઉપરથી સામે આવી રહ્યા છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સીલસીલો યથાવત છે.
કોવિડ સ્મશાનમાં છેલ્લા 1૨ કલાકમાં ૧૮ મૃતદેહને અગ્નિદાહ અપાયા છે, જેમાં આજે સવારે 3 તો ગત રાત્રી સુધી 15 મૃતદેહના અંતિમસંસ્કાર થયા હોવાનું જાણવા મળ્યું છે, કોવિડ પ્રોટોકોલ આધીન મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે તો મોતનું ચોક્કસ કારણ અને તંત્રના આંકડામાં એન્ટ્રી સામેલ ન થતી હોવાની બાબતો લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરેલ કોવિડ સ્મશાનમાં મૃતકોની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી મૃતદેહના અંતિમક્રિયાનો આંકડો 580 પર પહોંચ્યો છે જે સાબિતી આપી રહ્યું છે કે કોવિડ મુદ્દે ભરૂચ જિલ્લામાં હાલત ભયંકર સ્થિતિ તરફ થયા છે.
કોરોના મુદ્દે ભરૂચ આરોગ્ય વિભાગની કામગીરીમાં પણ વિરોધાભાષ જોવા મળી રહ્યો છે, શરૂઆતી તબક્કામાં જે આરોગ્ય વિભાગ ઉપર સામાન્ય જનતા ભરોસો કરતી હતી તે જ જનતા સમય વીતવા સાથે તંત્રની કામગીરી ઉપર શંકા ઉપજાવી રહી છે.