Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે ભરૂચ કોંગ્રેસનાં સંદીપ માંગરોલા, દિનેશ અડવાણી અને અન્ય આગેવાનોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.

Share

– દર્દીઓને પડતી હાલાકી તેમજ કોવિડ-19 નાં ટેસ્ટ વિશેની વિગતો મેળવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી.

આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે કોંગ્રેસી કાર્યકરો, આગેવાનોએ સિવિલ હોસ્પિટલે કોવિડ-19 નાં દર્દીઓના સગાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને સિવિલ હોસ્પિટલે કરેલ વ્યવસ્થાનો ચિતાર મેળવાયો હતો. આ તકે ઇન્જેકશનની અછત તેમજ RTPCR નાં ટેસ્ટની તલસ્પર્શી વિગતો મેળવી દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના વેઠવી પડે તેવી પણ કામગીરી થાય તેવી માંગ કરી હતી. સરકાર દ્વારા 3 લાખથી વધુ ઇન્જેકશની ખરીદી કરવામાં આવશે. ઇન્જેકશનની અછત થશે તો RMO પ્રાયોરિટીનાં આધારે આપશે. કોવિડના ઇન્જેકશનનાં થતાં કાળા બજાર અટકાવવામાં આવે તેવી પણ આ તકે તેમણે સરકાર સમક્ષ માંગણી કરી છે. બીજી તરફ RTPCR નાં ટેસ્ટ માટે લેબોરેટરીમાં થતાં ટેસ્ટના રિપોર્ટની વિશ્વસનીયતા ઉપર શંકા કરી હતી અને કેટલાક લેબ દ્વારા કોરોના RTPCR ટેસ્ટનો રિપોર્ટ 3 કે 4 કલાકમાં આપે છે જયારે RTPCR ટેસ્ટ માં 8 થી 10 કલાક ની પ્રક્રિયા બાદ તેના રિપોર્ટ તૈયાર થઈ શકે છે તો 3 થી 4 કલાક માં RTPCR નો રિપોર્ટ આપનાર લેબોરેટરી સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા અને તંત્રને તાકીદે આ અંગે તપાસ કરવા સૂચનો કર્યા હતા.

ઉપરાંત ભરૂચમાં કોરોનાનાં ચોવીસ કલાકમાં મૃત્યુ દરનાં આંકડા ડબલ ડીઝીટમાં આવતા થયા છે ત્યારે મૃત્યુ આંક 14 થી 15 અને હાલ પણ સ્મશાનમાં 6 થી 7 મૃતદેહો જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા તકેદારી રાખવામા આવે દર્દીઓની વ્યવસ્થિત સાર સંભાળ લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ગુજરાતની દીકરીનો કીર્તિરથ.

ProudOfGujarat

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!