Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના વાલિયા એન્જીનિયરીંગ રોડ ખાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું મોત જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના વાલિયા વટારીયા નજીક આવેલ કોલેજ ના વળાંક પાસે અશોક લેલન ટ્રક નંબર જી જે ૬ વીવી ૪૮૭૪ ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જેન ફોરવ્હીલ ગાડી નંબર જી જે ૫ એ બી ૮૮૦૩ ને ટક્કર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં કાર માં સવાર દેવેદ્રસિંહ ફતેસિંહ ખરસીંયા નું ઘટના સ્થળે મોત નિપજયુ હતું જયારે કનકસિંહ ભીખુ સિંહ ખરસિંયા ને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે નજીક ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા …..
એકા એક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ બાદ સ્થળ ઉપર ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો જયારે અકસ્માત ના કારણે ફોરહવ્હીલ ગાડી નો ખુરદો બોલી ગયો હતો .બનાવ અંગે ની જાણ વાલિયા પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ટ્રક નો કબ્જો મેળવી ફરાર ટ્રક ચાલક ને ઝડપવાના ચક્રોગતિમાન કર્યા હતા.
હારૂન પટેલ

Share

Related posts

માંગરોળ ખાતે ભાજપ સદસ્યતા અભિયાનની કાર્યશાળા યોજાય.

ProudOfGujarat

અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર કલબના સભ્યોની અજોડ સિદ્ધિ : શિયાળામાં જામી જતી લદાખની ઝંસ્કાર નદી પર સફળ ટ્રેકિંગ

ProudOfGujarat

ભરૂચ સ્ટેશનની પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat
error: Content is protected !!