*અંકલેશ્વર ના ઉદ્યોગકારો દ્વારા મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને પંડવાઈ સુગર ખાતે ઉદ્યોગોના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું***આજે આવેદન આપ્યા પછી અંકલેશ્વર ઉદ્યોગગૃહ મંડળ ના જૂથે ભૂતિયા કનેકશન શોધવાની કામગીરી થંબાવી. મુખ્યમંત્રી કે મુખ્ય સચિવ સાથે મિટિંગ ના થાય ત્યાં સુધી કામગીરી ના કરવાની રજુઆત*
અંકલેશ્વર
તારીખ.18.05.2018
આજ રોજ અંકલેશ્વરના ઉદ્યોગકારો દ્વારા મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને પંડવાઈ સુગર ખાતે ઉદ્યોગોના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું હતું
આવેદન માં ઉદ્યોગો ને પડતી મુશ્કિલીઓ બાબતે મધ્યસ્થી કરવા જણાવ્યું છે .જેમાં ખાસ તો હાઈ કોર્ટ ના હુકમો ને અનુસંધાને કાયદા નો અમલ કરવા અર્થે ભૂતિયા કનેકશન શોધવાની પ્રિક્રિયા ચાલી રહી છે અને પકડાયેલાઓ સામે પોલીસ ફરિયાદ થાય છે. ઉદ્યોગપતિઓ ના મતે આવી કાર્યવાહી કરવાથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ની સુંદરતા અને સ્વચ્છતા બગડે છે.તેમજ રાજ્યસરકાર અને વસાહત ની ઇમેજ પણ ખરડાય છે . રસ્તાઓ તૂટે છે. જે બનાવવા અને તોડવા માટે મોટો ખર્ચ થાય છે.
આવેદન માં જણાવવામાં આવેલ છે કે UPA સરકાર વખતે ક્રિટિકલ ઝોન લગાડવામાં આવ્યો હતો જેને NDA સરકાર દ્વારા કલમ 18/1બ હેઠળ વોટર અકટ મૂજબ નવા ઉધોગો સ્થાપવાના અને જૂના ને વિસ્તાર કરવાનું જણાવ્યું હતું પરંતુ NCT અને GPCB તેનો અમલ કરવામાં માં ભેદભાવ રાખી ખોટી રીતે હેરાન કરે છે.તેમજ વડી કચેરી માં તથા કોર્ટો માં ઉદ્યોગો પ્રદુષણ કરે છે એવી રજૂઆતો ને કારણે વસાહત બદનામ થઈ છે.
આવેદન માં NCT નું આધુનિકરણ કરવાની અને તેનું સંચાલન ઉદ્યોગકારો ને આપવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી છે અને દાવો કરવામાં આવે છે કે હાલ ના સંચાલન કરતા વધુ સારી રીતે ઉદ્યોગકારો સંચાલન કરી શકે છે અને સરકાર ના બનાવેલ નિયમો નું પાલન પણ કરી શકાશે.
નાના ઉદ્યોગો માટે નવા ETP બાવવામાં મદદ ની માંગ પણ કરવામાં આવી છે.
આજે આવેદન આપ્યા પછી વસાહત માં ચાલતા ભૂતિયા જોડાણો શોધવાની કામગીરી ઉદ્યોગ ગૃહ મંડળ ના જૂથે સ્થળ પર જઈ થંબાવી દીધી હતી અને માંગ કરી હતી કે જ્યાં સુધી મુખ્યમંત્રી કે મુખ્ય સચિવ સાથે આગળ ની મિટિંગ ના થાય ત્યાં સુધી આ કાર્યવાહી રોકવામાં આવે.
આ તમામ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું છે કે “ઉદ્યોગકારો પોતાના પ્રશ્નો ની રજુઆત સરકાર કે ચૂંટાયેલા પ્રીતિનિધિઓ ને કરે એ યોગ્ય છે. સરકાર ને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે તયારે ઉદ્યોગકારો તરફથી સરકાર ના પ્રોગ્રામોમાં ખોબા-ખોબા નહીં પરંતુ ખોખા-ખોખા ભરીને સહયોગ આપ્યો છે હાલમાં ચાલી રહેલ “જળ સંચય” ના પ્રોગ્રામમાં ત્રણે વસાહતો મળી 2 કરોડ રૂપિયા ના ફાળા ની જાહેરાત કરી છે. આજે તેમને સહકાર ની જરૂર છે તેથી ચૂંટાયેલા પ્રીતિનિધિઓ એ પણ કાયદા ની મર્યાદામાં રહી પર્યાવરણ હિત ધ્યાન માં રાખી મદદ કરવી જોઈએ.
જ્યાં સુધી ભૂતિયા કનેકસનો ની વાત છે તો એ બાબત વિવિધ કોર્ટો માં ચાલી રહયા છે જ્યાં દસ્તાવેજો ના આધારે નિર્ણય લેવાતા હોય છે. માટે ઉદ્યોગકારો એ પણ તેમની દાસ્તવેજી રજુઆત કોર્ટ માં કરવી જોઈએ. હાલ આ બાબતે અનેક હુકમો થયા છે. જેનું અમલ પણ થઈ રહ્યું છે. અમારી માંગણી એટલીજ કે ઉદ્યોગકારો ને પણ વિકાસ ની પૂરતી તક મળે એમના સાથે કોઈ ભેદભાવ ના થાય તે રીતે પર્યાવરણ અને વિકાસ નું સંતુલન પણ જળવાય રહે…