ભરૂચ જીલ્લાનાં ભાડભૂત બેરેજ યોજનામાં એકસાલ ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં ઓછું વળતર પ્રાપ્ત થતાં કલેકટર સમક્ષ લેખિતપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લામાં એકસાલ અને કાસવા ગામની જમીનમાં એપ્રોચ રોડ માટે જમીન સંપાદનમાં કાસવા ગામનાં ખેડૂતોને એક એકરનાં રૂ.86 લાખ ચુકવ્યા હતા. એકસાલ ગામ પણ કાસવા ગામની બાજુમાં જ આવેલું હોય આથી અમારા ગામનાં ખેડૂતોને પણ યોગ્ય વળતર મળવું જોઈએ તેમજ બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનમાં પણ કાસવા ગામનાં ખેડૂતોને રૂ.96 લાખ આપવામાં આવ્યા હોય આથી એકસાલ ગામનાં ખેડૂતોને માત્ર રૂ. 51 લાખ આપવાના હોય તે સણસણતો અન્યાય ગણાવી કલેકટર સમક્ષ જમીન સંપાદનનું યોગ્ય વળતર ચૂકવવા માંગણી કરી છે. આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન અધિકારી અને નાયબ કલેકટર દ્વારા જિલ્લા સમાહર્તાને પૂછયા વગર જ નિર્ણય લીધેલ હોય આથી જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આથી ખેડૂતોનાં ન્યાયમાં નિર્ણય લેવા અમારી રજૂઆત છે.
ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલ અને કાસવા ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં સરખું વળતર ચૂકવવા કલેકટરને રજૂઆત.
Advertisement