Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેફામ બનેલા નશાનાં વેપલા કરતાં તત્વો સામે પોલીસ કડક બની, ભરૂચમાં વિવિધ સ્થળે પોલીસનાં દરોડામાં લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લામાં દારૂ બંધી જાણે કે મજાક સમાન બની હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું હતું જેમાં એક બાદ એક બુટલેગરોનાં વાયરલ થતા વીડિયોએ જાણે કે દારૂ બંધીના લીરેલીરા ઉડાવી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા, ત્યારે હવે પોલીસ વિભાગ પણ એકશનમાં આવ્યું તેમ જોવા મળ્યું હતું.

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ને.હા ૪૮ પરના વડદલા પાટિયા પાસેથી થી આઇસર ટેમ્પોમાં ચોર ખાનું બનાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૧૯૩૮ કિંમત રૂ.૨.૬૧.૪૦૦ તેમજ આઈસર ટેમ્પો નંબર MH.48 G 4214 કિંમત રૂ.૩ લાખ સહિત કુલ ૫.૬૨.૪૦૦ ના મુદ્દામાલ સાથે દિપક મોવનલાલ મેઘવાલ રહે.ઉમરદા ઝૂંપડામાં નંદુરબાર(મહારાષ્ટ્ર)તેમજ રાકેશ ઈંદારામ જોધારામ રહે. ઉમરદા ગામ નંદુરબાર મહારાષ્ટ્ર નાઓની ધરપકડ કરી તેઓ સામે સી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તેવી જ રીતે અંકલેશ્વરના અંદાડા ગામની નવી વસાહત ખાતેથી બુટલેગર જ્યોતિ ઉપેન્દ્ર પટેલ અને મીનાબેન અરવિંદભાઈ પટેલ નાઓને વેચાણ અર્થે સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની બોટલ નંગ ૩૪૫ કિં.રૂ.૩૪.૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી તેઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સાથે જ ઝઘડિયામાં પણ ભરૂચ પેરોલ સ્કોડએ દરોડા પાડી ભોજપુર ગામના સુથિયાપુરા ફળિયા ખાતે કપાસના વાવેતર કરેલ ખેતરમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૩૩૫ કિં.રૂ ૭૧.૯૦૦ સાથે આરોપી ઝુબેર મુસાભાઈ સૈયદ રહે.ભોજપુર ગામ ઝઘડિયા નાઓને મોટરસાયકલ સાથે ઝડપી પાડી કુલ ૧.૧૧.૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આમ ભરૂચ પોલીસ દ્વારા વિવિધ સ્થળે પાડવામાં આવેલ દરોડાઓ બુટલેગરો સહિત લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિપુલ જથ્થો કબ્જે કરી તમામ સામે ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બેફામ બનેલા નશાના વેપલો કરતા તત્વોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની જનતાના મતો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ભરૂચને કર્યો અન્યાય : સંદીપ માંગરોલા

ProudOfGujarat

ઝઘડીયા અને રાજપારડીમાં આર.એ.એફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં નાનકડા ગામ પિરામણથી દેશની રાજધાની દિલ્હી સુધીની અતિ ગૌરવવંતી સ્વ. અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!