બે દિવસીય ગુજરાત મુલાકાતે આવેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈટ આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા, નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટએ માથું ટેકવી દર્શન કર્યા હતા સાથે જ ત્રણ કૃષી કાયદા અને ખેડૂતોનાં પ્રશ્નોને લઇ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ભરૂચ ખાતે ખેડૂત નેતા રાકેશ ટીકૈટ પહોંચતા તેઓના સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, રાકેશ ટિકૈટ ટ્રેક્ટર ચલાવી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો, નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરાયુ હતું, બારડોલી ખાતે ખેડૂત સંવાદમાં જતા પહેલા રાકેશ ટીકૈટએ સરકાર સામે પ્રહાર કર્યા હતા.
ટિકૈટે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડુતોએ પોતાની જમીન બચાવવાની લડાઈ લડવી પડશે, સાથે જ દિલ્હીમાં ચાલતું આંદોલન લાંબુ ચાલશે અને ઇતિહાસ લખાશે તો પૂછવામાં આવશે કે ક્યાં રાજાનો રાજ હતો, ખેડૂત આંદોલન બાબતે સરકાર સમક્ષ અમે પહેલ નહીં કરીએ, સરકારને જરૂર હશે તો તેઓ પહેલ કરશે, સાથે જ થોડા જ સમયમાં ગુજરાતનો ખેડૂત સમાજ રસ્તા પર આવી ટ્રેક્ટરથી આંદોલન કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.