Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

Share

કોવીડ-19 નાં દર્દીઓની સંખ્યામાં અત્યંત ઝડપી વધારો થઇ રહ્યો છે, ગરીબ તેમજ મધ્યમ વર્ગને હોસ્પિટલોમાં જગ્યાના હોવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર ખાતે ઈએસઆઇસી હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે સરકાર દ્વારા જાહેર કરાઈ પરંતુ અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોની વસ્તીને ધ્યાને લેતા એ પૂરતી નથી જેથી પ્રજાહિતને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા કોંગ્રેસના સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીના પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબ, સાંસદ મનસુખભાઇ વસાવા સાહેબ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબને પત્ર લખી વહેલી તકે કોવીડ-19 સેન્ટરો ઉભા કરવામાં આવે જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી ના પડે અને જીવ ગુમાવવા ના પડે તે માટે પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

Advertisement

Share

Related posts

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો જેમાં દેશ-વિદેશના 169 પતંગબાજોએ ભાગ લીધો.

ProudOfGujarat

પાલેજ પંથકમાં ઇદેમિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો, દરગાહો રોશનીથી ઝળહળી ઉઠયા.

ProudOfGujarat

રાજપીપળા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લાછરસ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!