Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર બે રીક્ષા ભરીને આવેલા તસ્કરો કપડાંની દુકાનમાં ચોરી કરી ફરાર થયા.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરનાં સેવાશ્રમ રોડ પર આવેલ બુદ્ધદેવ માર્કેટ ખાતેની રોનક ફેશન નામની કપડાંની દુકાનેથી ગત રાત્રીનાં સમયે બે જેટલી રીક્ષામાં આવેલ અજાણ્યા તસ્કરોએ દુકાનના તાળા તોડી બિંદાસ દુકાનની લાઈટ ચાલુ કરી કપડાં સહિતની વસ્તુઓની ચોરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચ્યો છે.

રીક્ષા ભરીને ચોરી કરવા આવેલ તસ્કરોની તમામ કરતૂટ માર્કેટમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાનનાં સંચાલકે ફૂટેજની મદદથી પોલીસ ફરિયાદની તજવીજ હાથધરી છે, હાલ દુકાનમાંથી કેટલી મત્તાની ચોરી થઇ છે અને કઈ કઈ વસ્તુઓ ગઇ છે તે બાબતે પોલીસે પણ તપાસ શરૂ કરી અજાણ્યા તસ્કરોને સીસીટીવી ફૂટેજની મદદ લઈ રિક્ષાના નંબર મેળવી તપાસ શરૂ કરી છે.

મહત્વની બાબત છે કે ભર બજારમાં મોડી સાંજના સમયે કેટલીક દુકાનો ખુલ્લી હતી તેમજ લોકોની અવરજવર હતી તેમ છતાં તસ્કરોએ ચોરીની ઘટનાને બિંદાસપણે અંજામ આપ્યા હોવાનું સીસીટીવીમાં નજરે પડતા ચોરીની સમગ્ર બાબત અંગે ખળભળાટ મચ્યો હતો, હાલ તો સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસે પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત વિદ્યુત ગ્રાહકોનાં અધિકાર નિયમ 2020 ની પહેલને સુરત ચેમ્બરનો આવકાર…

ProudOfGujarat

ભરૂચ : ડૉ. કેતન દોષીનું અવસાન થયું હોવાની અફવા સદંતર ખોટી, અફવાઓથી સાવધ રહેવા પ્રાઉડ ઓફ ગુજરાતની અપીલ.

ProudOfGujarat

અમદાવાદ: ન્યુ રાણીપમા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!