Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના મુસ્લિમ ગરીબ વર્ગના પરિવારોને ૩૭૦ જેટલી અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી રમજાન માસ જ્યારે નજીક આવી રહ્યો હોઇ ત્યારે મુસ્લિમ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરતમંદ ગરીબ વર્ગના પરિવારોને મદદરૂપ બની અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત યુ.કે. સ્થિત સેવાભાવી ઈસા ફાઉન્ડેશનના સૌજન્યથી મુન્શી ચેરીટેબલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આમોદ તાલુકાના ગામમાં વસતા મુસ્લિમ ગરીબ પરિવારોને ૩૭૦ જેટલી અનાજની કિટ્સનું વિતરણ કરી એક સેવાભાવી કાર્ય કર્યું હતું. દેશ – વિદેશની અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ સમયાંતરે ગરીબ વર્ગના પરિવારોને નિસ્વાર્થરૂપે મદદરૂપ બની સેવાની સરાહનીય સરવાણી વહાવી એક ઉમદા દ્રષ્ટાંતરૂપ અને પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.

યાકુબ પટેલ:- ભરૂચ

Advertisement

Share

Related posts

આજે ભરૂચ જિલ્લા કલેકટરને રાષ્ટ્રપતિને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,

ProudOfGujarat

પાલેજ પંથકમાં ઈદુલ ફિત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી.

ProudOfGujarat

ધાર્મિક દિવસોમા મંદિર માંથી માતાની મુર્તી ચોરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!