આમોદ તાલુકાનાં આછોદ ગામે આરોગ્ય કેન્દ્રમાં સારવારનાં નામે ઝીરો, 11:15 વાગ્યે પણ હોસ્પિટલમાં ડોક્ટર નહિ આવતા લોકો હેરાન પરેશાન થાય છે, આછોદ PHC સેન્ટર ખાતે લોકો જાતે પાટા પિંડી કરવા બન્યા મજબૂર હોવાનો વીડિયો વાયરલ થતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાના કારણે લોકો બહાર ઉભા રહેવા માટે બન્યા મજબૂર બનતા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે, સાથે જ અધિકારીઓને ફોન કરવામાં આવે છે તો અધિકારીઓ દાદાગીરી કરે છે અને કહે છે કે ડોક્ટર આવી જશે તેવા શબ્દો ઉચ્ચારવામાં આવતા હોવાના આરોપો સામે આવ્યા છે.
આમોદ તાલુકાના આછોદ ગામે PHC સેન્ટર એટલે કે આરોગ્ય કેન્દ્ર આવેલું છે જે આરોગ્ય કેન્દ્ર જ્યારે બન્યું ત્યારે આ આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન તે વખતના આરોગ્ય મંત્રી અને હાલના ડેપ્યુટી CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને આરોગ્ય કેન્દ્ર લાખો રૂપિયાના ખર્ચે બનેલું છે પરંતુ આરોગ્યમાં સુવિધાના નામે તો જાણે ઝીરો જ છે તેવા આરોપો સામે આવ્યા છે.
દિવસના 1:15 વાગ્યા સુધીનો સમય થાય છે તેમ છતાં આરોગ્ય કેન્દ્ર ઉપર કોઈ ડોક્ટર આવતા નથી અને આવે છે તો પોતાની મન મરજી મુજબ ક્યારે આવે અને ક્યારે જાય તે કોઈ ને ખબર પણ ન પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, પરંતુ આજે તારીખ 3 એપ્રિલ 2021 ના રોજ આછોદ અને દેનવા ગામેથી દર્દીઓ સારવાર માટે આવ્યા હતા પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ ઉપર કલાકો સુધી બેસી રહ્યા અને ડોક્ટર ન આવ્યા તો લોકો હેરાન પરેશાન થઈ જાતે જ પાટા પિંડી કરવા લાગ્યા હતા અને વીડિયો બનાવી વાયરલ કરી સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો હતો.