Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં હાલ…બેહાલ…! ખાનગી લેબોરેટરીઓની બહાર કોવિડ-19 નાં રિપોર્ટ કઢાવવા દર્દીઓની લાંબી કતારો…

Share

ભરૂચમાં ખાનગી લેબોરેટરીની બહાર દર્દીઓની કતારો લાગવા માંડી છે. કોરોના મહામારીનાં કારણે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

ભરૂચ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ વધારાને નિયંત્રણમાં લેવા માટે કોઈ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

Advertisement

અહીં નોંધનિય છે કે ભરૂચની ખાનગી લેબોરેટરીની બહાર દર્દીઓનો ધસારો જોવા મળે છે. સરકારી લેબ કરતાં ખાનગી લેબમાં રિપોર્ટ જલ્દીથી આવી જતો હોવાથી લોકો ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવવા આવતા હોય છે. તો શું સરકારી લેબમાં જ સમયસર રિપોર્ટ કાઢી આપવામાં આવે તો આ દર્દીઓની જે લેબની બહાર લાંબી કતારો છે તેને ઓછી કરી શકાય તેમ છે. કોરોનાનો રિપોર્ટ કઢાવવાનાં કારણે લોકોની લાંબી કતારો યથાવત રહેતા લોકોનાં મુખે ચર્ચાય છે કે જો આગામી સમયમાં કોરોનાનાં કેસ ઘટાડવા માટે આરોગ્ય વિભાગે યોગ્ય પગલાં ભરી નિયંત્રણ કરવું જરૂરી છે.


Share

Related posts

ભરૂચ : વેજલપુર ખાતે આવેલ શ્રી બી.એચ.મોદી વિદ્યા મંદિર શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ધારા નિવૃત્ત શિક્ષકનું સન્માન કરાયું.

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમાં બસો જતી રહેવાથી શ્રમજીવી મુસાફરો અટવાયા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!