Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલીયામાં દરજીની દુકાનેથી નજર ચૂકવી સોનાની ચેઇન અને રોકડ રકમ લઇ ગઠિયાઓ ફરાર…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા ખાતેનાં બજારમાં આવેલ બ્રાઇટ જેન્ટસ ટેઈલર નામની દુકાન ચલાવતા મનહરભાઈ સુરતીનાઓ તેઓની દુકાને હાજર હતા દરમિયાન તેઓને ત્યાં ગ્રાહક તરીકે બે જેટલા અજાણ્યા ઈસમો આવ્યા હતા અને શર્ટનું કાપડ પસંદ કરવા સાથે પૈસાની આપ લે કરી હતી.

તે જ દરમિયાન મહનહર ભાઈને બે અજાણ્યા ગઠિયાઓએ વાતોમાં ભોળવી લઇ તેઓએ ગળામાં પહેરલ ચેઈન જોકે માંગી હતી અને બાદમાં તેઓએ મહનરભાઈની નજર ચૂકવી તેઓની ચેઈન તેમજ રોકડ રકમની ચોરી કરી સ્થળ પરથી વાલિયા બજાર તરફ ફરાર થઇ જતાં મનહરભાઈએ સમગ્ર બાબત અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

Advertisement

વાલિયા પોલીસે દરજી કામ કરતા મનહરભાઈ સુરતીની ફરિયાદ લઇ તેઓની ૧૬ ગ્રામની સોનાની ચેઇન જેની કિંમત અંદાજીત ૪૫,૩૮૦ તથા ગલ્લામાં મુકેલ ૧૫,૦૦૦ ની રોકડ રકમ મળી કુલ.૬૦,૩૮૦ નાં મુદ્દામાલની ચોરી કરી પલાયન થયેલ બંને ગઠિયાઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરાઈ.

ProudOfGujarat

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પી.એમ.ને રોકી જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડી નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

બનાસકાંઠા-દિયોદરના બિયોકપરા વિસ્તારમાંથી યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!