સમગ્ર દેશમાં વેકસીનેશન કાર્યક્રમને વધુ ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. ગુજરાતમાં પણ વેકસીનેશન કાર્યક્રમો ઝડપી થાય તે માટે તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટીમો 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને વેકસીન આપવાની શરૂઆત કરી છે. ઠેર ઠેર વેકસીનેશન કેન્દ્ર શરૂ કરી તમામ નાગરિકો કોરોના કવચ મેળવે તે માટેની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચના અવધૂત સોસાયટીમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો વેકસીનેશન કેમ્પ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે અહીં આજરોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ અને ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રીએ કોરોના કવચ મેળવી અને પ્રજાને અપીલ કરી હતી કે, વેકસીન એકદમ સુરક્ષિત છે અને ભાજપાના કાર્યકરો દ્વારા આ જેમ ચૂંટણીમાં મતદાન કરાવવા માટે મતદારોને લેવા મુકવાની સુવિધાઓ કરવામાં આવે છે તે જ રીતે રસીકરણ માટે પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેથી કોઈપણ ભરૂચ જિલ્લાનો નાગરિક કોરોનાની રસી મૂકાવ્યા વિના ન રહે.