આગામી ૫ એપ્રિલનાં રોજ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ ગુજરાતની મુલાકાતે આવનાર હોય ખેડુત સંગઠનો તેઓની મુલાકાતને સફળ બનાવવાની રણીનીતિમાં લાગ્યા છે, બારડોલી ખાતે રાકેશ ટીકૈટ વિશાળ ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહેશે તે પહેલા હવે ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ સોશ્યલ મિડિયા પોસ્ટ મૂકી માંગ કરી છે.
છોટુ વસાવાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો પર અમાનવીય અત્યાર થયો છે તો તે કેવડીયામાં થયો છે, અને આવનાર દિવસોમાં ૧૨૨ ગામોનાં ખેડૂતો પર પણ અત્યાચાર થવાનો છે તેઓ મત રજૂ કરી તેઓએ ખેડૂત સંવાદ કેવડીયામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ખેડૂત નેતા રાકેશ ટીકૈટને સોશિયલ મિડિયા મારફતે પોસ્ટ ટેગ કરી માંગ કરી છે.
મહત્વનું છે કે દેશમાં ત્રણ કૃષિ બિલને પરત લેવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર મહિનાઓ સુધી આંદોલન ચાલુ રાખનાર ખેડૂત નેતા રાકેશ ટીકૈટ હવે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને લઈ ગુજરાતમાં પણ આંદોલનમાં પોતે સહભાગી બની સરકાર સામે બાંયો ચઢાવીને આગામી આંદોલનોમાં ભાગ લેવા જઇ રહયા છે ત્યારે ગુજરાતનાં રાજકારણમાં પણ ગરમાયો જોવા મળે તેવી શકયતાઓ ટીકૈટની મુલાકાત બાદથી સેવાઇ રહી છે.