બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના દાંડિયા બજાર વિસ્તારમાં લોઢવાડ ના ટેકરા ના પાછળ ના ભાગે નર્મદા નદીના કાંઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા મંજુ બેન ઉદય ઓડ જેઓ તેઓના મકાન બાહર આવેલ એન્ગલ પર કપડાં સુકાવી રહ્યા હતા દરમિયાન નજીકમાં આવેલ DEGVCL ના વીજ પોલ પરથી વાયર છુટો થતા ઉતરેલા કરંટ તેઓના મકાન ના પતરા ઉપર આવતા તેઓ ને કરંટ લાગ્યો હતો,
મંજુ બેન ને કરંટ લાગતા તેઓના બે પુત્રો અર્જુન ઉદય ઓડ અને ભરત ઉદય ઓડ નાઓ સહિત સ્થનિકો તેઓને બચાવવા માટે લાકડા ના સપાટા વડે તેઓને છોડાવી રહ્યા હતા દરમિયાન ત્રણેવ ને કરંટ લાગતા અર્જુન ઉદય ઓડ ,ઉ ૩૦ નાઓનું હોસ્પિટલ લઈ જતી વેળા જ મોત નીપજ્યું હતું,તો બીજી તરફ સમગ્ર ઘટનામાં ઘાયલ મંજુ બેન ઓડ અને તેઓના પુત્ર ભરત ઓડ ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,
સમગ્ર ઘટના ક્રમ બાદ સ્થાનિકોએ DGVCL સામે આક્ષેપ કર્યા હતા કે છેલ્લા ઘણા સમય થી તેઓના વિસ્તારમાં આવેલ વીજ પોલ ના વાયરો છુટા પડી ગયા છે જેનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જીઇબી ના તંત્ર દ્વારા યોગ્ય ધ્યાને ન લેતા સમગ્ર દુર્ઘટના સર્જઇ હોવાના આરોપ લગાવ્યા હતા..