ભરૂચ જિલ્લાના ક્રેડિટ પ્લાન ૨૦૨૧-૨૨ નું વિમોચન જિલ્લા કલેક્ટર એમ.ડી મોડિયા બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય પ્રબંધક આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરુણ રાવલ, ક્ષેત્રીય પ્રબંધક આસિસ્ટન્ટ જનરલ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્રવિણ ભાઈ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર બેંક ઓફ બરોડાનાં જીગ્નેશ પરમાર તથા બરોડા ગ્રામીણ બેંકનાં ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર એન.બી વોરાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે, જિલ્લાની ૩૦ જેટલી બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ.૨૭૯૭.૮૭ કરોડ નાના ઉધોગો માટે રૂ.૧૭૫૨.૪૩ કરોડ તથા પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ.૪૬૯.૭૫ કરોડ, શિક્ષણ લોન માટે રૂ.૩૪.૬૬ કરોડનાં લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે.
બેંક ઓફ બરોડાને રૂ.૯૯૪.૮૮ કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને રૂ.૮૮૬.૭૧ કરોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ.૯૬૦.૭૫ કરોડ તેમજ ખાનગી બેન્કોને રૂ.૮૦૬.૩૧ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે, આમોદ તાલુકાને રૂ.૩૮૦.૬૬ કરોડ, અંકલેશ્વર તાલુકાને રૂ.૧૦૧૨.૯૦ કરોડ, ભરૂચ તાલુકાને રૂ.૧૭૦૪.૯૮ કરોડ, હાંસોટ તાલુકાને રૂ.૨૯૩.૮૫ કરોડ, જંબુસર તાલુકાને રૂ.૪૬૫.૮૯ કરોડ, ઝઘડિયા તાલુકાને રૂ.૫૨૮.૭૦ કરોડ, વાગરા તાલુકાને રૂ.૪૩૫.૦૨ કરોડ, વાલિયા તાલુકાને રૂ.૨૨૮.૦૨ કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ.૧૪૫.૦૫ કરોડનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.