કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવને રજુઆત કરી કોરોનાના વિવિધ ટેસ્ટ રિપોર્ટના દરોમાં ઘટાડો કરવા આગ્રહ કરાયો છે.
હાલમા કોરોનાના કેસોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોવિડ ૧૯ ના વિવિધ ટેસ્ટ કરાવવા આવશ્યક થઈ પડ્યા છે.અનેક રાજ્યની સરહદો તેમજ હવાઈ અને ટ્રેન મુસાફરી દરમ્યાન પણ RT-PCR ટેસ્ટ આવશ્યક છે. સંદીપ માંગરોલાના ધ્યાનમા આવ્યું છે કે આરોગ્ય વિભાગ દ્વારા તા.૩૦/૧૧/૨૦૨૦ ના સર્ક્યુલર દ્વારા પ્રાઇવેટ સરકાર માન્ય લેબોરેટરી ના ચાર્જ ૮૦૦/-રૂ. નક્કી કરી આપ્યા છે. જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે પોષાય એમ નથી. ત્યારે આ દરોમા ઘટાડો કરી ૩૦૦/-રૂ. કરવામા આવે એ જરૂરી છે. વધુમા અમાન્ય લેબોરેટરીઓમાં ખૂબ મોટા પાયે કોવિડ ૧૯ ટેસ્ટીગના વિવિધ રિપોર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જે ગેરકાયદેસર હોય બંધ થવી જોઈએ. દર્દીઓના વિશાળ હિતને ધ્યાને લઇ તેમજ આ બાબત ખૂબ ગંભીર અને અત્યંત આવશ્યક હોય આ અંગે ત્વરિત નિર્ણય કરવા તેઓ દ્વારા રજૂઆત કરાઈ છે.
ભરૂચ : કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા કોરોનાનાં વિવિધ ટેસ્ટ રિપોર્ટનાં દરોમાં ઘટાડો કરવા મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવને પત્ર લખી રજૂઆત કરાઇ.
Advertisement