Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં લોકલ ક્રાઈમ બ્રાંચે પકડેલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.

Share

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળથી વિદેશી દારૂ સાથે 55,800 નાં મુદ્દામાલ સહિત બુટલેગરને ઝડપી પાડયો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તહેવારોને લઈ દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ભરૂચ એલસીબી ટીમે બાતમીનાં આધારે સ્ટેશન રોડ પર આવેલી ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પ્રતીક બિપીનચંદ્ર કાયસ્થની ધરપકડ કરી હતી. બુટલેગર પાસેથી કુલ 55,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલમાં એડમીટ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

૧૯૮૬ માં ચોરી કરી ૨૦૨૨ માં જેલ ભેગા થયા, ભરૂચ પેરોલ ફ્લો ટીમે ૩૬ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

પંચમહાલ : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ લેખક જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ.

ProudOfGujarat

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!