પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં ‘માર્ગ સલામતી સપ્તાહ’ ની ઉજવણી ૨૯ જાન્યુઆરી થી ૪ ફેબ્રુઆરી સુધી યોજાઈ રહી છે.
ભરૂચનો જીલ્લા કક્ષાના ઉદઘાટન કાર્યક્રમ આજે માનનીય કલેકટર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને જાગૃત નાગરિકોનું પરીમલસિંહ યાદવ જીલ્લા વહિવટીતંત્ર તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
સમગ્ર સપ્તાહ દરમ્યાન રોડ સેફટી અંગે વાહનચાલકો સાહેબ તમામ નાગરિકોમાં જાગૃતિ આવે તેવા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવાનાં ઓવારે છે.
સરકાર શ્રીના હેલ્થ સેફટી અને એન્વાર્યમેન્ટ વિભાગ દ્વારા જાહેર થયેલ માર્ગ અકસ્માતોની વિગતો દર્શાવે છે કે પ્રતિ વર્ષ આપના દેશમાં અંદાજીત ૧ લાખ જેટલા નાગરિકોના રોડ અકસ્માતોથી અકાળે મૃત્યુ થાય છે અને અનેક લાખ લોકો નાની મોતી ઈજાઓના ભોગ બને છે.
વિશાલ જનસંખ્યા ધરાવતા આપના દેશમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર તથા એનાથી મોટી કદના વાહનોનું પ્રમાણ પણ સ્વાભાવિક રીતે જ ખુબ વધારે છે. ત્યારે વાહન ચાલાનમાં શિસ્ત અને સલામતી અંગેના પાયાના નિયમોની જનારી અને સમજણ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને માર્ગ અકસ્માતો થી અકાળે મૃત્યુદરનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય તે ઉદેશ્ય થી યોજાઈ રહેલ ૨૯ માં માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી દ્વારા વધુમાં વધુ વાહનચાલકો અને નાગરીકો રોડ સેફટી અંગેના નિયમોનું સ્વાભાવિક પાલન કરતા થાય તેવી માંગ કરી હતી.
(હારૂન પટેલ)