Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસરમાં ક્રેનની અડફેટે આવી જતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત.

Share

જંબુસર પાદરા રોડ પર આવેલ પિરામલ ગ્લાસ કંપનીમાં અકસ્માતની ઘટના બની હતી. હાઈડ્રોક્રેન ચાલકે ગફલતભરી રીતે ક્રેન ચલાવતા એક વ્યક્તિને અડફેટે લીધો હતો જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરથી પાદરા હાઇવે પર ઉચ્છદ ગામ ખાતે આવેલ પિરામલ ગ્લાસ કંપનીમાં હાઈડ્રો ક્રેઈનના ચાલક રિતેશકુમાર રામવીરસિંઘ યાદવએ હાઈડ્રો ક્રેન ગફલતભરી રીતે હંકારી મૂળ મહારાષ્ટ્રના રૂપેશભાઈ બનારસી નામના વ્યક્તિને અડફેટે લેતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વેડચ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી અને મરણ જનારની લાશને પી.એમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વેડચ પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા અંકલેશ્વરની કડકીયા કોલેજમાં બી.એ. અને બી.કોમ ની ઓનલાઇન પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

જળ બચાવવાના સંકલ્પ સાથે રાજપીપળામાં રેલી કાઢી ભાજપે 39મો સ્થાપના દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!