ભરૂચ જીલ્લામાં અવારનવાર છેતરપિંડી લૂંટની ફરિયાદો નોંધાતી રહે છે. તાજેતરમાં ભરૂચમાં રહેતા એક વિધવા અને સીટી “એ” ડીવીઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચનાં સિવિલ હોસ્પિટલ નજીક રહેતા એક વિધવા સાથે આરોપી (1) ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની રહે. એ/ 83 સુરભિ સોસાયટી, નંદેલાવ રોડ, ભરૂચ (2) ડીમ્પલ વિક્રમસિંહ કુંપાવત રહે. એ/19 અર્બુદાનગર, લિંક રોડ ભરૂચ નાઓએ છેતરપિંડી કરી હતી. ફરિયાદણનાં પતિ મરણ ગયેલ હોય અને સગા વ્હાલાઓ પણ ગુજરી ગયેલ હોય તેમની આત્માને મોક્ષ મળે તે રીતે ભ્રમિત કરી ફરિયાદીની એકલતાનો લાભ લઈ તેઓની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી રૂ.33,34,896 વિધિના થશે તેમ જણાવી વિધવા પાસેથી મેળવી લીધા હતા તથા ફરિયાદણ સાથે ભરૂચ તથા દમણ ખાતે ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની એકલતાનો લાભ લઈ બળજબરીથી નશાયુકત પદાર્થ પીવડાવી શરીર સંભોગ કરી પૈસા પરત ન આપી ગુનો કર્યો હતો. ફરિયાદણ પાસેથી રૂ.33,34,896 લાખ નાણાં લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરીયાદણની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી એક આરોપીની અટકાયત કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.