નેત્રંગ ખાતેની વિજ કંપની દ્વારા વિજ બિલ પેટે બાકી પડતા નાણાંને લઇને કડક હાથે કામગીરી કરીને નેત્રંગ ગ્રામપંચાયત સેવાસદન સહિત ટાઉનનાં તમામ વિસ્તારમાં રોડ રસ્તાઓ ઉપર મુકવામાં આવેલ સ્ટેટ લાઇટોનું વિજ કનેક્શન કાપી નાખતા છેલ્લા બે દિવસથી ટાઉનભરમાં અંધારપટ છવાયેલો હતો જે પંચાયત દ્વારા તાત્કાલિક વિજ બિલ ભરપાઇ કરવામાં આવતા હોળી ધુળેટીનાં તહેવારો ટાણે અંધારપટ દુર થતા ટાઉનની પ્રજાએ રાહતનો દમ લીધો છે. તો બીજી તરફ ગ્રામપંચાયતના કર્મચારીઓનો પણ હોળી ધુળેટીના તહેવારો પહેલાં પગારનું ચુકવણુ કરવામાં આવતા આનંદની લાગણી ફરી વળી છે.
નેત્રંગ ગ્રામપંચાયતના વહીવટ કર્તાઓએ છેલ્લા નવ વર્ષથી વિકાસના કામોમાં મલાઇ કાઢવાની બેરોકટોક ફાવત આવી જતા. અગાઉના વહીવટ કર્તાઓએ ભવિષ્યનો વિચાર કરીને સારૂં એવું બેંક બેલેન્સ તેમજ ફીક્સ ડીપોઝીટો જમા રાખી હતી. તેમજ સરકાર માબાપ દ્વારા આપવામાં આવતી વિવિધ ગ્રાન્ટના રૂપિયા છેલ્લા નવ વર્ષથી વહીવટી સુકાન પતિ પત્નીના હાથમાં આવતા તેમજ પાછલા પાંચ વર્ષ દરમિયાન ગોબાચારી કેવી આચરવાની કુશળતા પ્રાપ્ત તલાટી મળતાં. તેરી મેરી ચુપ નો સહકાર મળતા, વિકાસના કામોની હરણ ફાળ ભરી એકધારી વલોણામા મલાઇ એકઠી કરવાવાળાઓએ ભવિષ્યમાં પંંચાયતમાં કામ કરતા કર્મચારીઓના પગારની ચિંતા કર્યા વગર કે કોઈ આકસ્મિક કામ માટે રીઝવ નાણાં રાખ્યા વગર તકલાદી વિકાસના કામોમાં કરીને પંચાયતની તિજોરી તરીયા જાતક કરી નાંખતા ગ્રામપંચાયત સેવાસદન સહિત ટાઉનના તમામ વિસ્તારમાં રોડ રસ્તાઓ ઉપર મુકવામાં આવેલ સ્ટેટ લાઇટોનું વિજ કનેક્શન વિજ વપરાશ નાણાં પાંચ માસથી બાકી પડતા નહિ ભરતા વિજ કંપની દ્વારા વિજ કનેક્શન તાત્કાલીક અસરથી ૨૩ માર્ચના રોજ કાપી નાંખવા આવતા ટાઉન ભરમાં છેલ્લા બે દિવસથી અંધારપટ છવાયેલો હતો, તેની ગંભીરતા સમજીને મહિલા સરપંચ સીમાબેન વસાવાએ પંચાયત સભ્યોની મીટીંગ બોલાવી હાલમાં મુકાયેલા ઇનચાર્જ તલાટી કમમંત્રીની બેંક સહીના નમુના આપી. વેરા વસુલાત કર્મચારી દ્વારા ઉઘરાવેલા નાણાંની રકમ જમા કરાવેલ તે ઉપાડી તા ૨૫ માર્ચના રોજ દક્ષિણ ગુજરાત વિજ કંપનીની નેત્રંગ શાખામાં ચેક દ્વારા બાકી વિજ બિલ પેટેના નાણાની ભરપાઇ કરી દેવામાં આવતા વિજ કંપની દ્વારા નેત્રંગ ગામ પંચાયત સેવા સદન સહિત ટાઉનના તમામ વિસ્તારમાં રોડ રસ્તાઓ ઉપર મુકવામાં આવેલ સ્ટેટ લાઇટોનુ વિજ કનેક્શન જોડી આપતા બે દિવસ બાદ અંધારપટ દુર થતાં ટાઉનની પ્રજાએ રાહતનો દમ લીધો છે. સાથે સાથે કર્મચારીઓને પણ તહેવારો પહેલાં પગારનું ચુકવણું કરવામાં આવતા આનંદની લાગણી ફરી વળી છે.