ભરૂચ જીલ્લામાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે ડ્રાઈવ ચલાવી હતી જેમાં સ્ટેશન રોડ પાસેથી ઠાકોર રેસ્ટોરન્ટ પાછળની ગલીમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર ગુજરાત રાજય ગાંધીનગર મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેન્જ વડોદરાનાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચમાં દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાની સૂચના આપવામાં આવતા પી.આઇ જે.એન. ઝાલાનાં માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી. ની ટીમને બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાં વિદેશી દારૂનો જથ્થો હોય આ બાતમીનાં આધારે એલ.સી.બી પોલીસે રેડ પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, બીયરનાં ટીન 171 કિં.રૂ.30,300, મોબાઈલ નંગ-1 કિં.રૂ.500, એક્ટિવા કિં.રૂ. 25,000 મળી કુલ મુદ્દામાલ રૂ.55,800 નો ઝડપી લઈ આરોપી પ્રતિક બિપિંચંદ્ર કાયસ્થ રહે. ફાટાતળાવ વૈરાગીવાડ ભરૂચને પોલીસ દરોડા દરમિયાન પકડી પાડયો છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.