ભરૂચ જીલ્લામાં અકસ્માતની વણઝાર ચાલી હોય તેમ 4 બનાવોમાં 3 વ્યક્તિનું મોત નીપજયું છે તો 3 વ્યક્તિ ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચમાં તાજેતરમાં દહેજ માર્ગ પર એક ટેન્કરમાં કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત નીપજયું છે, તો વ્હાલું ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ઘાયલ થઈ હતી તો એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયાનું જાણવા મળ્યું છે.
ભરૂચનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા કહેવાતા ઝઘડિયામાં પણ રતનપોર નજીકના માર્ગમાં અજાણ્યા વાહનની અડફેટે રીટાયર્ડ થયેલા રેલ્વે ઓફિસર આવી જતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજયું છે.
જયારે વાગરાનાં વિલાયત નજીક બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.
અહીં ભરૂચનાં અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતનાં બનાવો બનવા પામ્યા છે જેમાં 3 વ્યક્તિઓના મોત થયા છે અને 3 વ્યક્તિ ઘાયલ થયા છે. ભરૂચનાં મોટા ભાગનાં રસ્તાઓ પરથી કંપનીનાં ભારે વાહનો પસાર થતાં હોય છે તો ભરૂચની આસપાસ આવેલ જી.આઇ.ડી.સી વિસ્તારમાં બ્રિજ હોવાના કારણે લોકો ગતિમાં વાહન ચલાવતા હોય છે આથી અકસ્માતનો ભોગ બને છે. આજના આ બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે.