24 માર્ચ વિશ્વ ટીબી દિવસ, વિશ્વમાં આજના દિવસને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી હારેગા, દેશ જીતેગાના લક્ષ્ય સાથે માસ્ક કેમ્પઈન સાથે રેલવે ચિકીત્સા કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની દરેકને માસ્ક વિતરણ તેમજ સેલ્ફી ફ્રેમ લઇ, ટીબીને વિશ્વમાંથી નાબૂદ કરવાના પ્રણ લીધા હતા. જે અંગે માહિતી આપતા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મુનિરા શુક્લા એ જણાવ્યું હતું કે, ટીબી હારેગા, દેશ જીતેગા, ભરૂચ જીતેગા.
ભરૂચ જિલ્લામાંથી ટીબીને સંપૂર્ણ પણે નાબૂદ કરવા માટે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.મુનિરા શુક્લાએ જિલ્લાની જનતાને પણ ટીબી અંગે જાગૃત થવા અને તેમને સહયોગ આપી અને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનએ પણ માસ્ક પહેરી તેમજ સેલ્ફી લઈ અને ટીબી નાબૂદીનાં અભિયાનમાં જોડાવા જાહેર જનતાને પણ અપીલ કરી હતી. સાથે જ રેલવે વિભાગ ભરૂચના એડીઆરએમ એ.કે.સિંગ અને ભરૂચ રેલવેના ડીસીએમસી પુરષોત્તમ કુમારે પણ માસ્ક પહેરી અને સેલ્ફી અભિયાનમાં જોડાવા તમામ રેલ યાત્રીઓને અપીલ કરી હતી.
ભરૂચ રેલવે ડીસ્પેનશરી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.
Advertisement