Proud of Gujarat
FeaturedGujaratINDIA

લ્યો બોલો, આ તો કેવો વહીવટ, નેત્રંગ ગ્રામ પંચાયતે વીજ બિલનાં નાણાં ન ભરતા વીજ કનેકશન કપાયું.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ ખાતે ગ્રામ પંચાયત દ્વારા જી.ઇ.બી ને બાકી પડતા અંદાજીત ૪ લાખ રૂપિયાની રકમનાં નાણાં ન ભરપાઇ કરતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નેત્રંગ ગ્રામ પંચાયતનું વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે.

ગ્રામ પંચાયતનું વીજ કનેકશન કપાતા હજારો લોકોની વસ્તી ધરાવતા નેત્રંગ પંથકમાં તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છેલ્લા દિવસથી જોવા મળતા લોકોને સૂર્ય ધરતા જ અંધકારમય વાતાવરણમાં રહેવાનો વારો આવ્યો છે, સાથે જ મુખ્ય માર્ગો પર પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

Advertisement

જાણવા મળ્યા મુજબ નેત્રંગ ગ્રામ પંચાયતનાં તલાટીને કોરોના થયો હોવાથી ચેક પર સહી તલાટીની ચાલતી હોય સહી ન થતા વીજ મીટર કપાયું છે, જે અવારનવાર સમયમાં વીજ બિલના નાણાંની ભરપાઇ કરી ફરી વીજ કનેકશન રાબેતા મુજબ કરવાની તજવીજ શરૂ કરાઇ હોવાનું ગ્રામ પંચાયતનાં સૂત્રો દ્વારા જણાવ્યું છે.


Share

Related posts

ઘોંઘબાના જંગલ વિસ્તારમાં છુપાવેલો દારુ દામાવાવ પોલીસે શોધી કાઢ્યો. બુટલેગર ફરાર…

ProudOfGujarat

ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અકસ્માતમાં રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મૃત્યુ

ProudOfGujarat

ઉમણીયાવદરના યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!