Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસે રૂ. ૨,૯૭,૬૦૦ નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પોલીસ કમીઁઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મહિન્દ્રા ફોરવ્હીલ ગાડી નં – GJ-2-BD-2239 માં વિદેશી દારૂનો જથ્થો ડેડીયાપાડા તરફથી આવનાર છે, અને ઝધડીયા તથા અંકલેશ્વર તરફ જનાર છે, તેવી બાતમી મળતા થવા ચેકપોસ્ટ પાસેથી મહિન્દ્રા પીકઅપ ગાડીનો પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પીછો કરતાં મહિન્દ્રા ફોરવ્હહલ ગાડીનો ચાલક ફુલવાડી થઈ અરેઠી, શણકોઇ પાટીયાથી રમણપરુા ગામના પાટીયા પાસે આવેલ બલદવા ડેમ તરફ જતા રોડ ઉપર આંબાડુગરી ગામની સીમમા જવાના કાચા રસ્તા પાસે મહિન્દ્રા પીકઅપ ગાડી મુકી ફરાર થઇ ગયા હતા.

જેમાં બોટલ નંગ- ૯૦૦ અને બીયરના ટીન નંગ – ૧૪૭૬ જેની કિંમત ૧,૪૭,૬૦૦ સહિત મહિન્દ્રા પીકઅપ જેની કિંમત ૧,૫૦,૦૦૦ મળીને કુલ ૨,૯૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં અસ્વસ્થ દર્દીઓની કળા બહાર લાવવાનો પ્રયાસ.

ProudOfGujarat

નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વર્ગ ૩ વર્ગ ૪ નાં કોરોના વોરિયર્સ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!