ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનાં કોલીવાડા ગામે ગૌચરની જમીનમાં કોરી કસર પ્લાન્ટ એલ એન્ડ ટી કંપની દ્વારા નાંખવામાં આવતા ગ્રામજનોએ પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી. જોકે ગ્રામજનોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.
નેત્રંગ તાલુકાનાં કોલીવાડા ગામે એલ એન્ડ ટી કંપની દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોને ખેતી અને પશુપાલકોને નુકસાનકારક હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામજનોના જીવનું જોખમ તથા ધૂળની ડમરીઓ તથા ધ્વનિ પ્રદૂષણના કારણે ગંભીર બીમારીનો ભોગ બને તેવી દહેશતના પગલે ગ્રામજનોએ એલ એન્ડ ટી કંપનીનો પ્લાન્ટ બંધ કરવાની માંગ સાથે ગામના ગ્રામજનોએ ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી ઉગ્ર રજૂઆત કરી હતી અને આગામી દિવસોમાં પ્લાન્ટ બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો રસ્તા ઉપર ઉતરશે અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જોવું રહ્યું કે ગ્રામજનોએ આંદોલન કરવું પડે છે.
ભરૂચ : નેત્રંગનાં કોલીવાડા એલ એન્ડ ટી કંપનીનાં પ્લાન્ટ સામે ગ્રામજનોનો કલેકટરમાં હોબાળો…
Advertisement