Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિતે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Share

આજે 23 માર્ચ, આજના દિવસે ભારત માતાના વીર સપૂતો દેશની ભારત વર્ષની આઝાદી માટે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ શહીદ થયા હતા.

ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં ભારત માતાની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચઢી શહીદ થનાર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના માનમાં શહીદ દિન તરીકે ઉજવાય છે.

ભરૂચ સ્ટેચ્યુપાર્કમાં આવેલ ભારત માતાની પ્રતિમા તેમજ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ફોટા સહિત તમામ વીર શહીદોની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ હતા.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મહામંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, યુવા પ્રમુખ ઋષભભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિત હોદ્દેદારો તેમજ યુવા કાર્યકરોએ ઉપસ્થિત રહી શહીદોને યાદ કર્યા હતા

Advertisement

Share

Related posts

ડેડિયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

રાજપીપલા રેલ્વે ફાટક નજીક જુગારની રેડકરતા દોડધામ મચી જવા પામી હતી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!