Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આમોદ રેવા સુગર નજીક સેન્ટ્રો કારમાંઆગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

Share

ભરૂચથી આમોદ તરફ જતા રેવા સુગર પાસે સેન્ટ્રો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સૌ કોઇ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ભયાનકતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાથી ભરૂચ આમોદ વચ્ચે વાહન વ્યવહાર પર કલાકો સુધી અસર થવા પામ્યો હતો. જોકે આ કારમા આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. આગનાં બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત નોંધાયું નથી.

Advertisement

Share

Related posts

કોરોના પોઝિટિવ કેસ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણાકપોરની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન…

ProudOfGujarat

ગોધરા પાલિકાના સફાઇકર્મચારીઓ પોતાની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!