નેત્રંગમાં 21 માર્ચનાં રોજ વિશ્વ વન દિવસની ઉજવણી નેત્રંગ ફોરેસ્ટ થાણા નર્સરી ખાતે કરવામાં આવી હતી. ઝધડિયા, નેત્રંગ સહિતનાં તમામ ફોરેસ્ટરો, બીટગાર્ડો, વન સમિતિનાં પ્રમુખ વગેરેની ઉપસ્થિતિમાં વિશ્વ વન દિવસની ઉજવણી કારાઇ હતી. જેમાં વન વિભાગનાં સી.એફ.એફ સી.કે સોનવણે જંગલ આપણને કઈ રીતે ઉપયોગી છે, જંગલનું જીવનમાં શું પ્રદાન છે, જંગલ પર્યાવરણમાં કઈ રીતે ભાગ ભજવે છે, જંગલો વધારવા માટે કેવા પગલાં ભરવા જોઈએ અને જંગલનો વિનાશ થતો કેવી રીતે અટકાવવો જોઈએ તેમજ વન સમિતિનાં પ્રમુખ દ્વારા મેરેથોન દોડ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.યુ.ઘાંચી તથા તેમની ટીમે વિશ્વ વન દિવસની જંગલ સંરક્ષણની, સંવર્ધન જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી.
Advertisement