Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્વારા મિશન એવરેસ્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.

Share

વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્ધારા ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તબીબી અને એન્જી. ક્ષેત્રે ૨૬૭ જેટલા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે ૪૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી ભરુચી વ્હોરા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરુચી વ્હોરા પટેલ વિશ્વભરમાં ફેલાયેલો સમાજ છે. વ્હોરા સમાજ “સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ” થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુથી દુનિયાભરમાં વસવાટ કરતા ભરુચી પટેલોએ વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશનની સ્થાપના કરી હતી. સમાજનાં અનેક વિધાર્થીઓ સ્કોલર હોવા છતાંયે આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. આ બાબતને લક્ષમાં રાખી સંસ્થાએ તબીબી અને એન્જીનયરીંગ સહિતના ૧૫ કોર્ષ માં આગળ વધવા માંગતા ૨૬૭ વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી. આવા વિદ્યાર્થીઓને મુન્શી સ્કૂલના કેમ્પસ યોજાયેલ કાર્યક્રમમાં વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજીની અધ્યક્ષતા ૪૦ લાખ રૂપિયાની માતબર રકમની સહાય કરવામાં આવી હતી.

Advertisement

આ તબક્કે સંબોધન કરતા વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજીએ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને છાત્રોને જણાવ્યુ હતુ કે શિક્ષણના માધ્યમથી જ કોમની અને રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા કરી શકાય એમ છે. શિષ્ટ ઉપર ભાર મુકતા જણાવ્યુ હતુ કે શિસ્તાચાર વિનાની ડીગ્રી નકામી છે, એટલે આપ સૌ ડીસીપ્લીનને પ્રથમ પ્રાધાન્ય આપજો.આપ સૌના સહકારથી વિશ્વમાં વસવાટ કરતા સમાજની સારી એવી કાયા પલટ થઈ જશે. હવે પછીના વર્ષમાં ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતા આર્થિક રીતે નબળા સ્કોલર વિદ્યાર્થીઓ માટે એક કરોડની સહાય કરવાનું વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશનએ નક્કી કર્યું છે.

આ સાથે સમાજના કાર્યોમાં અગ્રેસર રહેતા સંસ્થાના ડિરેકટર, મોભી અને ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કેપી એ જણાવ્યુ હતુ કે સમાજ ત્યારે જ આગળ વધશે જ્યારે આપણે સૌ સંગઠિત અને સ્વાવલંબી થઈશું. સંગઠનમાં રહેનાર કોઈપણ સમાજ મજબૂત બનવા સાથે ધાર્યું પરિણામ મેળવી શકે છે અને એમાંય જો સમાજના છોકરા-છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લેવામાં સફળ રહે તો સમાજ – કોમ અને દેશ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે એમાં કોઈ બે મત નથી. સમાજની દીકરી કલેકટર જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે અને અમારે એમને મળવા માટે વેટિંગમાં બેસવુ પડશે ત્યારે અમને ગૌરવ થશે કે સંસ્થાએ કંઇક કર્યું છે. આજે વિશ્વમાં મુસ્લિમો બીજા નંબરે હોવા છતાંયે અલ્પ સંખ્યકમાં ગણતરી થાય છે એનું પાછળનું કારણ શિક્ષણમાં પછાતપણુ છે. જેને પગલે આપણે આપણો માન મરતબો ગુમાવ્યો છે એને પુનઃ પ્રાપ્ત કરવા શિક્ષણ ઉપર ભાર મુકવો જ પડશે. મુસ્લિમ ધાર્મિક ગુરુઓએ ઇસ્લામે શિક્ષણ લેવા ભાર મુક્યો છે એના ઉદાહરણો સાથે સૌને સમજાવ્યા હતા. કોરોના કાળમાં મહત્વની કામગીરી કરનારા સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સેવા કરતા કરતા કોરોનાની મહામારીમાં જીવ ગુમાવનારા માજી સાંસદ મર્હુમ એહમદ પટેલ, વેલ્ફેર હોસ્પિટલના માજી પ્રમુખ મર્હુમ સલીમભાઈ ફાંસીવાલા અને સંસ્થાના અન્ય મર્હુમ કાર્યકરોને યાદ કરી તેમના માનમાં મૌન પાડી દુવા ગુજારવામાં આવી હતી.

આ પ્રસંગે મૌલાના મુફ્તી ઇકબાલ ટંકારવી, મૌલાના અલ્તાફ અલ-અઝહરી,ફારૂકભાઈ કે.પી., આદમભાઈ આબાદ નગરવાલા, દિલાવરભાઈ દશાનવાલા, ઇકબાલભાઈ પાદરવાલા, યુનુસભાઈ અમદાવાદી તેમજ દેશ-વિદેશમાં રહેતા ભરુચી વ્હોરા અગ્રણીઓ, સંયોજકો અને ગામેગામથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરવાસીઓ માટે રાહત, મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ

ProudOfGujarat

ભરૂચ – દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા

ProudOfGujarat

ભરૂચની એમ.કે કોમર્સ કોલેજમાં આવકવેરા જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!