આઝાદીના અમૃત મહોત્સવ-2021 અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ખાતે મહાત્માની પરિક્રમા વિષય શનિવારે 65 માં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. આ સંગોષ્ટી MSTeams દ્વારા યોજવામાં આવી. આ વેબીનારમાં વિખ્યાત ઇતિહાસવિદ અને લેખક ડૉ. રીઝવાન કાદરીએ તેમનું વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનમાં એમણે ગાંધીજીના ભારતમાં આગમનથી લઈને તેમની અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટેના વિવિધ આંદોલનો, એમની સાદાઈ, એમના વ્રતો, એમની ભારત યાત્રા જેવી અનેક ઘટનાઓ અને તેમાં છુપાયેલા અનેક સત્યોને ઉજાગર કર્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. જી. આર. પરમાર સાહેબે આ વેબીનાર માટે એમનો અમુલ્ય સમય આપવા બદલ ડૉ. રીઝવાન કાદરીનો આભાર માન્યો હતો. ડૉ. જસવંત રાઠોડે વેબીનારના કોર્ડિનેટર તરીકે સફળ કામગીરી કરી હતી. કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ મળીને આશરે 500 લોકોએ આ વેબીનારને માણ્યો હતો.
કોરોનાના આ કપરા કાળમાં લોકડાઉનના સમયે માર્ચ મહિનાથી આજ દીન સુધી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ દ્વારા 65 વેબીનારનું સફળ આયોજન થયેલ છે. આ કોલેજે આ વર્ષમાં ઇન્ફોર્મેશન અને ટેકનૉલોજીની મદદથી બે આંતરરાષ્ટ્રીય ઇ-કોન્ફરન્સ અને અનેકવિધ શૈક્ષણિક કાર્યક્રમો કર્યા છે. કોલેજના આચાર્ય ડૉ. જી. આર. પરમારના નેતૃત્વ હેઠળ શનિવારે નેત્રંગ-ભરુચ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ભારત ભરમાં સૌથી વધારે ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમો અને વેબીનાર કરનાર કોલેજ તરીકે ખ્યાતનામ બની છે.
ભરૂચ : આઝાદીનાં અમૃત મહોત્સવ-2021 અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે 65 મો વેબીનાર યોજાયો.
Advertisement