વડોદર વિભાગ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, ભરૂચ જીલ્લા પોલીસવડાની સૂચના અનુસાર ભરૂચ જીલ્લામાં જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાની ડ્રાઈવ ચલાવવામાં આવેલ જેના આધારે પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ક્રિકેટનો સટ્ટો ચલાવનારને પકડી લઈ રૂ.17,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં દારૂ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિ પર પોલીસની સતત વોચ રહે છે. જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે જીલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર બી ડીવીઝન પોલીસનાં જવાનો પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે એક શખ્સ પોતાના અંગત ફાયદા માટે ગેરકાનૂની રીતે ભારત-ઈંગ્લેન્ડ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બંને ક્રિકેટ ટીમો ઉપર પોતાના મોબાઈલથી ક્રિકેટ સ્કોર મેળવી ડાયરીમાં લખી વેજલપુર, તરતી મસ્જિદ પાસે રૂપિયાની હારજીતનો જુગાર રમાડે છે. પોલીસે આ ચોકકસ બાતમીનાં આધારે આ સ્થળ પર દરોડો પાડતા રવિકુમાર કેશુભાઈ ટંડેલ ઉં.વ. 30 રહે. વેજલપુર, પારસીવાડનો ક્રિકેટનો સટ્ટો રમાડતો ઝડપાય ગયેલ. આ શખ્સની અંગ ઝડતી લેતા જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો મળી રોકડ રકમ રૂ.12,900, મોબાઈલ નંગ – 1 કિં.રૂ. 5000 મળી કુલ રૂ. 17,900 નો મુદ્દામાલ સાથે ભરૂચ બી ડીવીઝન પોલીસે આ શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.