ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામની સીમમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ ખાતે શનિવારનાં રોજ કાર્યાન્વિત થનાર બાયોગેસ પંપનું દિલ્હીના નાફેડથી આવેલા એમ. ડી. ના હસ્તે ટ્રાયલ રન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ દિલ્હીથી આવેલા સંજીવ કુમાર ચઢાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા સંજીવ કુમારે હાલમાં વધી રહેલા પ્રદૂષણના કારણે પર્યાવરણને જે નુકસાન થઇ રહ્યું છે તેને નિયંત્રણમાં રાખવા માટે બાયો સીએનજી નો વપરાશ ખૂબ જરૂરી બની ગયો છે.
તદુપરાંત બાયો સીએનજી થી પ્રદૂષણ પણ જીરો થશે અને સાથે સાથે હાલ જે ભાવથી ગેસ મળે છે તેના કરતાં ઓછા ભાવમાં આ ગેસ આપવામાં આવશે. વેસ્ટમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે જે પ્રદૂષણ મુક્ત છે એમ તેઓએ જણાવ્યું હતુ
સાથે સાથે સારી ગુણવત્તાનું હોવાનું પણ જણાવ્યું હતુ. ઓચ્છણ ગામની નજીકના લોકો આ ગેસનો વધુમાં વધુ ઉપયોગ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને બાયોગેસ પ્લાન્ટના માલિક ભદ્રેશ પટેલ તેમજ જાસ્મીન પટેલે સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામની સીમમાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં ગેસ પંપનું દિલ્હીનાં નાફેડથી આવેલા એમ.ડી. નાં હસ્તે ટ્રાયલ રન યોજાયું હતું.
Advertisement