આમોદ તાલુકાનાં ઈખરનાં પનોતા પુત્ર અને જાણીતા કવિ શ્રી અફસોસ ઈખરવીના ઘરે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક નાનકડા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટામિયા માંગરોલની ગાદીવાળા મતાઉદ્દીન પીરઝાદા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કવિ સંમેલનની શરૂઆત ભરૂચથી પધારેલા ઉભરતા નવોદિત કવિ જતીન પરમારના કાવ્ય પઠનથી થઇ હતી.
જંબુસરથી પધારેલા તાલિબ જંબુસરીએ ગુજરાતી અને ઉર્દૂ શેરો-શાયરી રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. ત્યારબાદ ટંકારીયાના કવિ યકીન ટંકારવી તેમનું કાવ્યપઠન કર્યું, સ્થાનિક કવિ મહેબુબ ઈખરવીએ બે કલાક ચાલેલા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
યજમાન કવિ મહોદય અફસોસ ઈખરવીએ પણ પોતાની ભાવનાત્મક લાગણીસભર રચનાઓ દ્વારા શ્રોતાઓના દિલ જીત્યા હતા જગદીશભાઈ પરમાર તથા સલીમભાઈ સેગવાવાળાએ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. અંતે ડૉ. મતાઉદ્દીન પીરઝાદા સાહેબની દુઆઓ સાથે અને સાહિત્ય અને જીવન જીવવા માટેના માર્ગદર્શન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં કવિ સંમેલન યોજાયું હતું.
Advertisement