પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્લેગ ઓફ આપી 12 મી માર્ચે અમદાવાદનાં સાબરમતી ખાતેથી પ્રસ્થાન કરાવેલ દાંડી યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થયું છે, મહીસાગર નદી પાર કરી દાંડી યાત્રા જંબુસરનાં કારેલી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર એમ.ડી મોડિયા તેમજ માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી સહિતના મહાનુભાવોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું,
આ દાંડી યાત્રા ભરૂચ જિલ્લામાં 7 દિવસ સુધી વિવિધ સ્થાને રોકાણ કરવાની છે, જે બાદ તે સુરત જિલ્લામાં પ્રસ્થાન કરવામાં આવનાર છે.
Advertisement