ભરૂચ જીલ્લામાં આરોગ્ય શાખા અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નં.11 માં સિનિયર સીટીઝન માટે વિનામૂલ્યે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીમાં એક તરફ કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ હવે વેકશીનનાં ડોઝ મુકવામાં વધારો કરવામાં આવ્યો છે.
ભરૂચની યુનિયન સ્કૂલ ખાતે સ્થાનિક નગરપાલિકાનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિતનાં કાર્યકરો સાથે રાખીને સિનિયર સીટીઝનને વિનામૂલ્યે કોરોનાની વેકસીનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં સંકલ્પ ફાઉન્ડેશનનાં સભ્યો અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ભરૂચનાં વિવિધ વિસ્તારોમાં લોકોને કોરોનાની વેકસીન વિનામૂલ્યે આપવામાં આવશે.
અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા આ અગાઉ પણ વિવિધ પ્રકારની રસીકરણનાં કાર્યક્રમો થતાં હતા પરંતુ વૈશ્વિક મહામારીમાં કોરોનાની રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવે છે તે એક સરકારનું સારું પગલું કહી શકાય. આગામી સમયમાં સરકાર દ્વારા યુવાનો, મહિલાઓને પણ કોરોનાની વેકસીન વિનામૂલ્યે આપવામાં આવશે તેવું ભરૂચનાં સ્થાનિકોનાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ભરૂચની યુનિયન સ્કૂલ ખાતે સિનિયર સીટીઝન માટે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો.
Advertisement