બરોડા રાઇફલ કલબ કે જે ગુજરાત સ્ટેટ રાઇફલ એશોસીએશન સાથે એફિલિએટેડ છે જેના ભાગરૂપે ગુજરાત સ્ટેટ રાઇફલ એશોસીએશન દ્વારા 56 મું ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયન કોમ્પિટિશન અમદાવાદ ખાતે 26-02-2021 ને શુક્રવારના રોજ યોજાઈ હતી.
જેમાં 800 થી વધુ શૂટરોએ ભાગ લીધો હતો જેમાં ભરૂચના તોસીફ ઐયુબ નેકી અને આરીફ અહેમદ બુટલેલએ ભાગ લીધો હતો જેમાં 50 મીટર 0.22 રાઇફલ શૂટિંગમાં તોસીફ ઐયુબ નેકીએ 600 માંથી 566 અને આરીફ અહેમદ બુટલેલએ 600 માંથી 563 ટાર્ગેટ શૂટ કર્યા હતા. જે બદલ તોસીફ ઐયુબ નેકીને (સિલ્વર મેડલ) અને આરીફ અહેમદ બુટલેલને (બ્રોઝ મેડલ) મળ્યો હતો.
આરીફ અહેમદ બુટલેલ અને તોસીફ ઐયુબ નેકીએ ઓલમ્પિકમાં રાઇફલ શૂટિંગ જોયા પછી તેમાં શોખ જાગ્યો હતો પરંતુ ભરૂચમાં શૂટિંગ રેન્જ ન હોવાથી બરોડા રાઇફલ ક્લબમાં 3 થી 4 મહિના સુધી સખત મહેનત કરી ભરૂચની ચેમ્પિયન ટ્રોફીની જીત અપાવવાનું કૌવત બતાવ્યું હતું. આ જીત બદલ મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, વર્લ્ડ ભરુચી વોહરા ફેડરેશન તથા વ્હોરા પટેલ સમાજના આગેવાનો અને જુદી જુદી સંસ્થાઓ વડે આ શૂટરોને અભિનંદન પાઠવી આગળના સમયમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.
સ્ટેટ રાઇફલ શૂટિંગ જીત્યા બાદ દશ દિવસ પછી યોજાનારી પ્રિ-નેશનલ કોમ્પિટિશનમાં ક્વોલિફાઇડ થવા માટે 600 માંથી 565 પોઇન્ટ મળશે તો નેશનલ લેવલે સફળતા મેળવી શકશે એવો તેમનો ટાર્ગેટ છે જે બદલ તેમની સફળતા માટે શહેરીજનોએ શુભકામનાઓ આપી છે