ભરૂચ તાલુકાના નબિપૂર ગામ ખાતે ચીકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસો મળી આવતા લોકોમાં ગભરાટની લાગણી વ્યાપવા સાથે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
નબિપૂર ગામ ખાતે હાલ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા રખડતા ભૂંડો છોડી જવાયા બાદ ભૂંડોમાં બીમારીના પગલે મોટી સંખ્યામાં ભૂંડોના મોત બાદ રોગચારો ફાટી નીકળે તેવી દેહશત વચ્ચે ચીકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસો નોંધાતા રોગચારાના ભયથી લોકોમાં ગભરાટની લાગણી વ્યાપવા પામી છે. નબિપૂર ગામના ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો બીમારીમાં સંપડાતા આ અંગે જીલ્લા પંચાયત સદશ્ય શકીલ અકુજિએ જીલ્લા આરોગ્ય તંત્રમાં આ અંગે જાણ કરતા આરોગ્યની ટીમે તાત્કાલીક વિસ્તારની મુલાકાત લઇ દર્દીઓની તપાસની સાથે સ્થાનિક વિસ્તારમાં રોગચારો વધુ ન વકરે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.
Advertisement
(હારૂન પટેલ)