Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો.

Share

ભરૂચ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર એસિડ લીકેજ થતાં કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે ફાયર ફાઇટરની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દહેજમાં આવેલી રાલીઝ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાલ્વમાંથી નાઈટ્રિક એસિડ લીકેજ થતાં પીળા કલરનાં ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા જેથી કામદારોમાં અને દહેજ જી.આઇ.ડી.સી ની આજુબાજુ વસવાટ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ના થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકલનું ગૌરવ.

ProudOfGujarat

નાંદોદના કરજણ ડેમના ઊંડા પાણીમાં નાવડી ડૂબી જતાં યુવાનનું કરુણ મોત.

ProudOfGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં કઠવાડા, ભડકુવા, ધોળીકુઇ, કરગરા ગામોમાં પોલ્યુશન એન્ડ ઇનવારમેન્ટ વિશે માહિતી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!