ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝથી કામ કરતા સફાઈ કામદારોનાં પગાર ન થતા 6 દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચાનાં એરણે ચડી છે ફરી એક વખત ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારો સાથે પગારની બાબતમાં ચેડા થતાં સફાઈ કામદારો છેલ્લા 6 દિવસથી હડતાલ પર ઉતર્યા છે.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ડી.જી. નાગરાની કોન્ટ્રાકટ હેઠળ સફાઈ કામદારો કામ કરે છે તેમનો પગાર આપવામાં આવતો નથી, સફાઈ કામદારોનાં પી.એફ. નાં રૂપિયા પણ આપવામાં આવતા નથી. છેલ્લા બે મહિનાથી તમામ કર્મચારીઓને પગાર ન ચૂકવતા હડતાળ પર ઉતર્યા છે તેમજ સરકારી બાબુઓ આ વિષય પર ટસનાં મસ થતા નથી અને કામદારોને નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપે છે. સફાઈ કામદારો દ્વારા જો આગામી સમયમાં પગારનું ચૂકવણું કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.