Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ છેડેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ.

Share

પોલીસ મહાનિરીક્ષક હરીફ્રષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં પ્રોહીબિશનના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા ડ્રાઇવ આપવામાં આવેલ અને ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓએ તાબાના પોલીસ માણસોને પ્રોહીની અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ.સી.બી.ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ગોલ્ડન બ્રીજનાં દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મહિન્દ્રા XUV 500 કાર રજી.નં. GJ – 19 – AA – 3388 સહીત એક ઇસમને પકડી પાડી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૪,૨૭,૯૦૦/- પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

તેમજ આવનારા સમયમાં પણ ભરૂચ જીલ્લામાં પ્રોહી / જુગાર બુટલેગરો વિરુદ્ધ આ પ્રમાણેજ કડક અને કાયદેસરની કાર્વાહી કરવામાં આવશે. પકડાયેલ આરોપી રાજેન્દ્રકુમાર હિરાભાઇ મીસ્ત્રી રહે. ૨૦૩ ગુજરાત રેસીડન્સી કીમ કુરસદ રોડ સુરત મુ.રહે. સોજદ પાલી જી.પાલી રાજસ્થાન મુદ્દામાલની વિગત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૨૭૦૨ ની કુલ કિં.રૂ.૪,૨૨,૯૦૦ /- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- તથા એક મહિન્દ્રા XUV 500 કાર રજી.નં. GJ – 19 – AA – 3388 કિં.રૂ .૧૦,૦૦,૦૦૦ / – મળી કુલ મુદ્દામાલ કીં.રૂ .૧૪,૨૭,૯૦૦/- સાથે ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગત રોજ અંકલેશ્વરનાં પીરામણ ગામની આઝાદ નગર સોસાયટી ખાતે મહિલાની હેલ્પ કરવા જતા હેલ્પલાઈનના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કર્યો!!!

ProudOfGujarat

અમદાવાદ: ન્યુ રાણીપમા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત…

ProudOfGujarat

નડિયાદ : ડભાણ રોડ પર આઇસર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં બે મહિલાના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!