Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ મોનાપાર્ક સોસાયટીના ત્રણ જેટલા મકાનો ને તસ્કરોએ નિશાન બનાવી તરખાટ મચાવતા ખળભળાટ વ્યાપી ગયો હતો……..

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાયપાસ ચોકડી નજીકની મોના પાર્ક સોસાયટી માં એક સાથે ત્રણ જેટલા બંધ મકાનોના નકુચા તોડી તસ્કરોએ ત્રાટકી તરખાટ મચાવતા સોસાયટી વિસ્તારમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો…….
રજાઓમાં બહારગામ ફરવા માટે ગયેલા ત્રણ મકાનો માં તસ્કરો ત્રાટકીયા હતા જેમાં થી એક મકાન માંથી મોટી માત્ર માં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં સોના.ચાંદીના દાગીના હજારોની રોકડ તેમજ લેપટોપ સહીત ની વસ્તુઓ ઉપર તસ્કરોએ હાથફેરો કર્યો હતો…તો અન્ય બે મકાનોમાંથી નહિવત પ્રમાણ માં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું…..
એક સાથે મોના પાર્ક સોસાયટી ના ત્રણ મકાનો માં તસ્કરો ત્રાટકીયા હોવાની માહિતી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી…..જયારે ભરચક વસ્તી વારી એવી મોના પાર્ક સોસાયટીના ત્રણ મકાનોમાં ચોરી ની ઘટના બાદ થી સોસાયટી ના પોલીસ પેટ્રોલીંગ માં વધારો કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી………
અત્રે ઉલ્લેખનીય છે કે જે મકાનો ના નકુચા તોડ્યા હતા તે મકાનો માંથી તસ્કરો એ પથ્થર મુક્યા હતા જે અંગે કોઈ પથ્થર ગ઼ેંગ સક્રિય થઇ છે કે કોઈ જાણભેદુ દ્વારા ચોરીઓ કરવામાં આવી છે.. તેવી લોક ચર્ચા પણ સમગ્ર ચોરીઓ ના બનાવો બાદ થી ચર્ચા માં આવી હતી..

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકા દ્વારા G20 સિટી વોક મેરેથોન યોજાઇ.

ProudOfGujarat

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.

ProudOfGujarat

યુક્રેનથી પરત આવેલ નેત્રંગનાં વિદ્યાર્થીની સાંસદે લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!